Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

મારા હરિ

મારા હરિ

1 min
409


મારા હરિ હરપળ મારું ધ્યાન રાખે,

કરું અરજી કદી તો મારું માન રાખે,


ઝંખના ઊભયની એકમેકને પામવા,

એથી જ પરસ્પર એવું નિશાન રાખે,


ન ચૂકે અવસર કદી સાદ સાંભળીને,

પૂર્ણ કરે પરમેશ ભક્તની શાન રાખે,


ફૂલે ગજગજ છાતી વાત આવતાં,

થાકે ન વખાણતાં એવી જુબાન રાખે,


શું કહું વાત એની સર્વસ્વ છે મારે તો,

પ્રાર્થના સાંભળવાને સરવા કાન રાખે,


આપી અઢળક ને થોડું દીધાનું એ કહે,

મને એનામાં સર્વદા એ મસ્તાન રાખે.


Rate this content
Log in