STORYMIRROR

Drsatyam Barot

Others

3  

Drsatyam Barot

Others

માનવી તરત નીકળે

માનવી તરત નીકળે

1 min
26.3K


માનવી કાજ જેને વખત નીકળે,

બૂમ પાડો હસીને તરત નીકળે.

આ જનમ ને મરણ ને સદા પામવાં,

કેટલાં એ યુગોથી જગત નીકળે.

તાગ મળતો નથી કોઇ ને સ્વર્ગનો,

જે ગયું ક્યાં હજીયે પરત નીકળે ?

તાગ લેવા ગયા જે બધા પ્રેમનો,

માનવી એ બધાં તો ભગત નીકળે.

ઝેરનાં પારખાં હોય ના વાલમા,

ચાખવા જે ગયું એ મરત નીકળે.

બાંધતું જે પરાણે સદા પ્રીતડી,

કાયમી એ જ સાલું ગલત નીકળે.


Rate this content
Log in