માનસ
માનસ

1 min

23.4K
મારા માનસને નથી કોઈ સમજતું,
નથી મારા માટે કોઈને જરાય સમય.
એમ થાય છે, બની જાઉં મોબાઈલ?
મારે તો બનવું છે મોબાઈલ,
મારે તો બનવું છે મોબાઈલ.
મમ્મીની સાથે રહેવા માટે,
વધારે સમય મેળવવા માટે.
મારે તો બનવું છે મોબાઈલ.
મૂકશે નહીં મને આયા પાસે,
સદાય સાચવશે પોતાની પાસે.
મારે તો બનવું છે મોબાઈલ.
પપ્પા તો કાયમ મોબાઈલ સંગાથે,
હું પણ પછી એમની સાથે સાથે.
મારે તો બનવું છે મોબાઈલ.
થાકીશ નહીં વાટ જોઈને એમની,
ઓફિસમાં પણ સાથે જ
ખુશ રહીશ સદા સાથે એમની.
કેવું મજાનું,
બધા સમજશે મારા માનસને,
જેમ મથે છે મોબાઈલને સમજવા.
મારે તો બનવું છે મોબાઈલ.