STORYMIRROR

Jn Patel

Others

3  

Jn Patel

Others

માણસ

માણસ

1 min
26.3K


મારું મારું કરતો માણસ

સારું સારું ભરતો માણસ


ઉત્સવના ઉત્સાહે નાચે

રંગે ચંગે સરતો માણસ


સ્થિર જીવનનું કે'તો સૌને

ગામે ગામે ફરતો માણસ


એકલતામાં ચિંતા સાલે

બીજો આવે, ડરતો માણસ


કામણ જાણે કાના જેવું

હૈયે હૈયે તરતો માણસ


લાલ લુગડુ જોતો એ જ્યારે

તારો બનવા ખરતો માણસ


આ જગતમાં સ્વમાન ઘવાતું

રોજે રોજે મરતો માણસ


Rate this content
Log in