STORYMIRROR

Ramesh Bhatt

Others

3  

Ramesh Bhatt

Others

માણસ

માણસ

1 min
19.8K


અડકતાં હવા જેવો માણસ,

ને પીતાં દવા જેવો માણસ.


જો માણો મજા જેવો માણસ,

ને જાણો સજા જેવો માણસ.


ન માગો ને આવી મળે તો,

એ લાગે સજા જેવો માણસ.


શિખર સરખો ઊંચો ય ભાસે,

એ મંદિર ધજા જેવો માણસ.


વળી છાંયડો દઈ શકે એ,

એ છત કે છજાં જેવો માણસ.


બધી હાલતો માં સમતોલ "રશ્મિ"

વસંતે કજા જેવો માણસ.


Rate this content
Log in