STORYMIRROR

Kailash Vinzuda

Others

3  

Kailash Vinzuda

Others

માણસ છું

માણસ છું

1 min
20.5K


પ્રભુનાં પંચભૂતોથી સર્જાયેલો માણસ છું,

વહેતાં વાયરા સાથે ચર્ચાયેલો માણસ છું.


સતત મંથન પછી હું કિંમતી મોતી થયો છું ને,

વળી ખારાં અશ્રુંઓથી સિંચાયેલો માણસ છું.

કહો તો રોશનીને પણ શમા અંદર છુપાવી દઉં,

નેં મારાં કામથી જગમાં વર્તાયેલો માણસ છું.


બહારથી હું તો સોળે કળાએ ખીલેલો લાગું,

નેં અંદરથી પુરી રીતે મુર્જાયેલો માણસ છું.


તમે કોઈ કદી અંતર નહીં માપી શકો મારું,

કેમ કે દશ દિશાઓમાં ફેલાયેલો માણસ છું.

કશો ફર્ક નહીં પડે તું ટુકડા કર આ હદયનાં લે,

જન્મથીં દર્દ સંગાથે ટેવાયેલો માણસ છું.


તું શોધે છે મને ખુલ્લાં ગગનમાં પણ નજર નીચે કરીને જો,

ધરા નીચે દબાયેલો માણસ છું.


Rate this content
Log in