માંગ્યા કરે છે
માંગ્યા કરે છે


અંદર કંઈક એવું લાગ્યાં કરે છે,
દિલ હજુ પણ તને માંગ્યા કરે છે,
એ બાંકડો, એ બાગ, એ રસ્તા,
ક્યાં ગયા કે જેને શોધ્યા કરે છે,
મનમાં છબી બસ તારી જ છે,
અન્ય ને ક્યાં વસાવ્યા કરે છે ?
અપેક્ષા કોઈ વધું નથી રાખી મેં,
તારીજ ઝંખના એ કર્યા કરે છે,
આવી શકીશ તું હજુ પણ અહીં,
દિલ તો દ્વાર ને ઉઘાડયાં જ કરે છે.