માંદો થાય
માંદો થાય
1 min
187
જંકફૂડ ખાઈ ખાઈને માંદો થાય,
માણસ આમ ને આમ જ માંદો થાય,
પીઝા,બરગર, ચટણી, સમોસા, ભેળ
ખાવાને આવું પણ બધું ઘાંઘો થાય,
લખ્યું છે શાસ્ત્રોમાં બેસીને ખાવાનું,
ખાવાને ઊભા ઊભા પણ ખાંગો થાય,
બગડે ઘણું સ્વાસ્થ્ય જાણે છે છતાં,
શોખીન છે ખુબજ એટલે વાંકો થાય,
કરે છે મહેનત ખૂબ ખાવા માટે 'દિન',
પૂરો કરવા શોખ ખાવાનો ઢાંઢો થાય.

