STORYMIRROR

Nisha Shah

Others Classics

0  

Nisha Shah

Others Classics

માનાં શ્રુંગાર -

માનાં શ્રુંગાર -

1 min
534


આજ કબાટમાંથી કંઇક શોધતાશોધતા

જડી આવી એક નાની શી ડબ્બી

જેમાં ગુસપુસ કરતી દેખાઈ 

લાલ ચાંદલાઓની ટોળી,

તરત નજરે આવી ગયો માનો હસતો ચહેરો

હૈયું ભરાઈ આવ્યું દેખીને અેનો લાલ ચાંદલો

આ તો મારી માનો શ્રુંગાર, મારી માનો શ્રુંગાર.

આજે જ પહેલીવાર હવેલીને દરવાજે દેખી

એક છોડી જે વેચતીતી ફૂલોની વેણી

કંઇ કેટલીયે વાર શોધતીતી આ ચંપાનીવેણી

પણવર્ષો બાદ દેખાઈ આજ મઘમઘતી વેણી

નજર સામે આવ્યો એ વેણી સજેલો અંબોડલો

ગુંથાયેલી વાતો આવી ગઈ યાદ જોઈને ચંપાનીવેણી

આ તો મારીમાનો શ્રુંગાર મારીમાનો શ્રુંગાર .

આજ ચિત્ત ચકડોળે ચઢ્યું માની યાદોની યાદમાં

ઓલી સાચવીને રાખેલીએની નાનીશી વીંટી !

ક્રુશ થઈ ગયેલી આંગળીમાંથી સરી જતી એ વીંટી!

માને ટોકતા વારંવાર સાચવવાને એ વીંટી 

હા !એ વીંટીમાં વીટીછે કંઈ કેટલીયે વાતો

આજ ફરી નજરે ચડ્યાએ શ્રુંગારને યાદો

આતો મારી માનાં શ્રુંગાર મારી માનાં શ્રુંગાર


Rate this content
Log in