માખી
માખી

1 min

23.7K
મક્ષિકાની ન્યાત મોટી થાકે બધાય ગણતી
ગોળ હોય ત્યાં માખી આવતી બણબણતી,
માખને મુખ અણીદાર સોય ને ચલિત માથું
ભર્યા ભાતભાતના ભારે રોગ કિટાણુંનું ભાથું
કંજૂસ તખલ્લુસ મખ્ખીચુસ પડ્યું બદનામ
પાંખ પુષ્પક વિમાન જેવી ગુંજતી ગામેગામ
એન્ટેના અતિ અંતરે સમજતી સટીક સુગંધ
ચાખ્યા વગર જાણે સ્વાદ વગર સૂંઘયે ગંધ,
મક્ષિકાની ન્યાત મોટી થાકે બધાય ગણતી
વંશવૃદ્ધિ અને અસ્તિત્વ માટે સદાય ભણતી.