માગ્યું દે મા
માગ્યું દે મા
1 min
374
એક જાગતી જ્યોત માવડી,
માગ્યું દે ઝટપટ ચેહર મા,
ભાવના ભર્યા પોકારે આવે મા,
દશે દિશામાં વ્યાપે ચેહર મા,
સુખડી જમાડો રીઝે માવડી,
નસીબ પલટાઈ દે ચેહર મા,
ઝંઝાવાતે વ્હારે ચઢશે મા,
હાજર થાય તરાપે ચેહર મા,
અંધશ્રદ્ધા વહેમ દૂર કરે મા,
મનનું માગ્યું આપે ચેહર મા,
કાચી કાયાનાં દોરને સાચવે મા,
આયુષ્ય પૂરું થયે દોર કાપે મા,
રંક ને રાય બનાવે ચેહર મા,
કૃપા કરીને પામરને ઉગારે મા,
સ્મરણ કરે ભવપાર ઉતારે મા,
મનની વાતો સાંભળે ચેહર મા,
પ્રેમથી બોલો જય ચેહર મા,
સકળ સુખો આપે ચેહર મા.
