માડી
માડી
1 min
141
તુજ થકી નીપજ્યો, છું હું માડી
તું ના હો તો હું, ક્યાંથી હોઉં માડી,
ઘણી વેદનાઓ સહી તે છે માડી
ત્યારે ધરા પર અવતર્યો, હું માડી,
મુજ શીર તારૂં, ઘણું ઋણ માડી
જીવનભર કદી ના ઉતરશે, એ માડી,
તારી મમતા ના અવર તોલે આવે
નિ:સ્વાર્થ તું, મારી કરૂણામય માડી,
સદા તારા આશિષ ઉતરે મુજ ઉપરે
તેથી હું સુખ શાન્તિ, પામુ છું માડી,
સદા સ્નેહ તારા નયને નીતરે છે
તું છે મારી, પ્રેરણા, પથદર્શક ને
તું છે મુજ જીવનનું સર્વ સુખ માડી.
