માબાપ
માબાપ
1 min
126
માબાપ પરિશ્રમનો રોટલો રળે છે,
પરિવાર પર આફત આવે તો રડે છે,
આવક નથી પણ સંતાનોને પાલવે છે,
છાંયડો ધરીને બાળકોનું રક્ષણ કરે છે,
કેટલા વરસે મુસીબતો પૂરી થઈ છે,
આખરે ઈશ્વર કૃપાથી સમય આવે છે,
આંખોનાં રત્ન સંતાનો ઉંચાઈ આંબે છે,
ભાવનાઓ જ્યારે દુવાઓ બની ફળે છે,
સંતાનોનાં પગરવના ભણકારા વાગે છે,
માબાપની આંખડી મુખ જોઈ હરખે છે,
એ ક્ષણ બોલ માટે કેટલી રાહ જુએ છે
રાત એના માટે તારાઓ સપનાં સર્જે છે,
માબાપ જાણે રેત રણની જેમ તરસે છે,
માથે તડકો ઝીલે અંદરથી આશિષ દે છે.
