STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મા તારે ભરોસે

મા તારે ભરોસે

1 min
271

ઓ ચેહર મોરી માતા રે,

હાથ મારો ઝાલજે રે;

તારે ભરોંસે હું હાલું છું.


સાથે મારી રહેજો રે,

તારે ભરોસે હું ફરું છું રે.


પળપળનાં તારાં પરચા રે,

તારા વિના કેમ જીવાય રે;

તારે ભરોસે હું મહાલું રે.


ભાવના હૃદયમાં તું રમે રે,

અંતરના ઓરતાં પૂરાં કર્યાં રે;

તારે ભરોસે હું જીવું છું રે.


ગોરના કૂવે તારાં બેસણા રે,

સેવકો સુખડીના થાળ લાવે રે;

તારે ભરોસે ભટ્ટ પરિવાર રે.


માઈ ભક્ત રમેશભાઈ જપે રે,

સુખડાં ભક્તોને આપજે રે;

ઓ ચેહર મા એક તારો ભરોસો રે.


Rate this content
Log in