STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

મા પર શ્રદ્ધા

મા પર શ્રદ્ધા

1 min
354

મા પર શ્રદ્ધા એ ભરોસાનો વિષય છે,

શંકા ક્યાં હવે આ તો મારી ચેહર છે,


ફૂલ સમાન ફોરમ ફેલાવે છે ચેહર મા, 

ગોરના કૂવે પરચા હાજરાહજૂર પૂરે મા,


સંયોગ ને વિયોગ તો ધારણા મનની છે,

ચેહર ને ભજવા તો શ્રદ્ધાનો વિષય છે,


એકવાર નામ થકી ભવપાર ઉતારે છે,

માર્ગ ભટકેલાને સાચો રાહ બતાવે છે,


જીવન નૌકાની સફર હેમખેમ રાખે છે,

હલેસાનો ભાર ચેહર મા સંભાળે છે,


મનને કહો રાંક થઈને શરણમાં રહેવું છે,

ભક્તિનો માર્ગ ડગાવે જગનો વિષય છે,


ભાવના ફળની આશ ક્યાં કંઈ રાખી છે,

ચેહર જાગતી જ્યોત એ શ્રદ્ધા સૌને છે.


Rate this content
Log in