મા દયાળુ છે
મા દયાળુ છે
1 min
385
મા દયાળુ છે, એ તો શરણે રાખે છે,
એ તો કળિયુગમાં દુખડા દૂર કરે છે.
ચેહર મા મળ્યા એ ભાગ્યશાળી છે,
આવી મમતાળુ માવડી સહાય કરે છે.
ચેહર માની કૃપાથી જીવન સુખમય છે,
એની દયાથી ભવપાર ઉતરાય છે.
ભાવનાનું મનડું ચેહરમય બન્યું છે,
ગોરના કુવે બેઠી લહેર કરાવે છે.
ચેહર મા પોકારે હાજર થાય છે,
માવડી તો જાગતી જ્યોત છે.
એકવાર દિલથી બોલો જય ચેહર મા,
માઈ ભક્ત રમેશભાઈ જપે ચેહર મા.
