STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

મા ચેહર મા

મા ચેહર મા

1 min
67

મા ચેહરે તારી છે પેઢીઓ જો રે,

તારી ફુલવાડીના અમે ફુલડાં રે.


માડી તારો વાસ ભક્તોના હ્રદયમાં છે,

જેવાં ભાવે ભજે એવાં ભાવે તું મળે છે.


માડી તારાં પરચાનાં દશેદિશામાં ડંકા વાગે રે,

આભા તમારાં તેજની ચમકે છેક આભમાં રે.


ચેહર મા તું તો નોંધારીનો આધાર છે,

રૂપા બા, નાયણા નાગરની પેઢીઓની દેવી છે.


માડી તું પાવર વાળી જોરાવર દેવી છે,

કળિયુગમાં પણ દર્શન આપી પાવન કરે છે.


માડી તું તો ચૌદ ભુવનમાં વાયુવેગે રમે રે,

દિલથી પોકાર પાડે એની ભેળી ઉભી રહે રે.


ભોળી ચેહર માડી તું તો દયાળુ દેવી છો,

ભટ્ટ કુટુંબની ભીડ ભાંગવા દોડતાં આવો છો.


Rate this content
Log in