Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

લ્યો

લ્યો

1 min
408


પરિસ્થિતિને બસ પામી લ્યો,

ને હાથ પુરુષાર્થનો થામી લ્યો,


ગઈ ગુજરીની વાત ભૂલો તમે,

સાંપ્રતને તમે જ સજાવી લ્યો,


લખોને નસીબ તમે જ તમારું,

નિરાશાને મનમાંથી ડામી લ્યો,


રાહ જુએ છે સફળતા તમારી,

એકાદ નજર એની સામી લ્યો,


લોકો છે એ તો ફાવે તેમ બોલે,

મારગ સદાચારનો કંડારી લ્યો,


તમે માનવ છો એના ભૂલો કદી,

કોઈ હોય રૂઠેલાં તો મનાવી લ્યો,


સાથ હિંમતનો હરદમ હોવો ઘટે,

સ્વીકારી પંથ સત્યનો નામી લ્યો,


હરપળ હશે હારે હરિ હમસફર,

ના હતાશાને પછી નકામી લ્યો,


સામા પૂરે તરવાનું છે હરવખ્તને,

તમે ધપોને સાથે અનુગામી લ્યો.


Rate this content
Log in