લુપ્ત ક્ષમતા
લુપ્ત ક્ષમતા
1 min
196
આજકાલ લોકોમાં સહનશક્તિની ક્ષમતા ક્યાં છે,
લુપ્ત થઈ ક્ષમતા ને માણસ રઘવાયો થયો છે.
રાઈ જેવી વાતનો પહાડ બનાવી દે છે,
પછી ભુવા, તાંત્રિક, જ્યોતિષ પાસે જાય છે.
ભુવા, જ્યોતિષના ચક્કરમાં બરબાદ થાય છે,
સહનશક્તિની ક્ષમતાનાં અભાવે ડિપ્રેશનમાં સરે છે.
અને પછી ભાવના આત્મહત્યાનાં માર્ગે દોરાય છે,
ને એટલેજ માતા-પિતા સંતાનોથી ડરે છે.
માટેજ સમજદારી અને સહનશક્તિની ક્ષમતા જરૂરી છે,
નહિતર વિનાશકાળે વિપરીત બુદ્ધિ જેવું બને છે.
સહનશક્તિની ક્ષમતા વધારે હોય એ જન સુખી છે,
બાકી ચમત્કારથી કશું અહીં ક્યાં મળે છે.
