લતાજીને શ્રધ્ધાંજલી
લતાજીને શ્રધ્ધાંજલી
1 min
155
આજે મન દુઃખી થઈ ગયું છે,
લતાજી અલવિદા કરી ગયા છે,
સરગમની સામ્રાજ્ઞી એવાં લતાજી,
સરસ્વતીના ઉપાસક લતાજી,
ઓમ શાંતિ કહીને શ્રધ્ધાંજલી અર્પી,
લતાજીનાં પાર્થિવ દેહને સલામી અર્પી,
આ જગતમાં લતાજી અમર બની રેહશે,
લતાજીનાં ગીતો અમર બની રેહશે,
આંખોમાંથી અશ્રુની ધારા વહે છે,
એમની ખોટ સદાય માટે પડી છે,
એમની વિરાટ આભા બની છે,
અમર ગાયિકા લતાજી છે,
સૂરોની સરતાજ લતાજી છે,
આજે ભગ્ન હ્રદયે વિદાય છે,
સંગીતની દુનિયામાં અંધારું છવાયું છે,
ભાવના હૈયું ગમગીન બન્યું છે.
