લોકલાડીલા લોખંડી પુરુષ
લોકલાડીલા લોખંડી પુરુષ
1 min
321
લ્યો કરું છું વાતને જાહેરમાં,
લોક લાડીલા લોખંડી પુરુષની.
સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે
ચરોતરનો ડંકો વગાડ્યો જાહેરમાં.
નિઃસ્વાર્થ ભાવે સેવા કરી ઘડવૈયાએ,
દેશની સેવામાં જીવન ગુજાર્યું જાહેરમાં.
સાવ સાચા નીર અભિમાની લીડર,
રાજા રજવાડાઓને એકત્ર કર્યા જાહેરમાં.
અંતમાં દેશ સેવા કાજે ભળવાનું હશે,
આજે સરદાર પટેલની પૂજવી છે રાખને જાહેરમાં.
નીડર બનીને દેશ માટે તર્પણ કર્યું,
ગુણ ગાતાં કેમ થકાય જાહેરમાં.
વફાદારીની ભાવના દેશ માટે દિલમાં,
ફરજ નિભાવીએ સરદાર પટેલને યાદ કરીએ જાહેરમાં.
