લોકડાઉનમાં હાલત
લોકડાઉનમાં હાલત




લોકડાઉનમાં હાસ્ય જેવું કશુંક ચાલી ગયું છે,
જિંદગીની મજા જેવું કશુંક ચાલી ગયું છે.
લોકડાઉનમાં અભણ ભણેલાં એક સમાન બની ગયા છે,
નોકરી, શિક્ષક, ને કલા જેવું કશુંક ચાલી ગયું છે.
આ સમય પણ સાવ ફિક્કો થઈ ગયો છે,
માથેથી છત્ર જેવું કશુંક ચાલી ગયું છે.
સવાર, રાત્રી એમજ વેળા વહી જાય છે,
જિંદગી જીવવાનો ઉમંગ જેવું કશુંક ચાલી ગયું છે.
'ભાવના' આ લોકડાઉનથી શહેરનો ધબકાર ચાલ્યો ગયો છે,
અને એનાં લીધે મધ્યમવર્ગની કમર તૂટી ગઈ છે.