લોકડાઉન
લોકડાઉન


ઘર બહાર રહેવાના શોખીન સૌ શૂરા મૂછાળા મર્દ
મૂંઝાયા ઘરમાં પુરાઈને અનુભવે છે અપાર દર્દ,
ભર્યા ભંડાર અન્નના પણ મૂંઝાય મન અને મતિ
મરી પરવારી ભૂખ જ્યારથી અટકી ગઈ છે ગતિ,
આજનું કરીને આજ ખાવું મારે નથી ઘરમાં નાણા
કરીએ નહીં કાળી મજૂરી તો ક્યાંથી આવશે દાણા,
મળ્યો છે મોકો રહેવું ઘરમાં પણ દાણો નથી અન્ન
નિર્ધન જુવે છે રાહ ક્યારેક થશે અન્નદાતા પ્રસન્ન,
રહેવું છે ઘરમાં એક દિન જન્મ્યા ત્યારથી સ્વપ્ન
હશે ક્યારેક અમારે માથે છત્ર સેવીએ દિવાસ્વપ્ન,
આડા પડ્યા પગથી ઉપર તો સિપાહી આવી મારે
પ્રાર્થના કરીએ પ્રભુને લોકડાઉનના દર્દમાંથી તારે,
લોકડાઉન એક સરખું પણ દર્દ બધાના જુદાજુદા
ધર્મે બધા જુદાજુદા ભલે બચાવે ભગવાન કે ખુદા,
ઘર બહાર રહેવાના શોખીન સૌ શૂરા મૂછાળા મર્દ
કોઈને નસીબ ક્ષુધા તો કોઈને પાછળ પડી છે ગર્દ.