લોક લાડીલા બેન
લોક લાડીલા બેન
અચાનકજ કેબિનમાં એક નાની છોકરી દોડતી આવીને દિપ્તીબેનને ગુલાબ ભેટ આપ્યું ને કહ્યું, "હું તમારી જેમ જ મોટી ડોક્ટર બનીશ." દિપ્તીબેને એનાં માથે હાથ ફેરવ્યો અને વ્હાલ કર્યુ. એ છોકરી દોડતી બહાર નીકળી ગઈ પણ. દિપ્તીબેન યાદોમાં ખોવાઈ ગયાં.
૧૯૮૨ જન્મ થયો હતો એ જમાનામાં છોકરીઓને બહું ભણાવે ગણાવે નહીં. લખતાં વાંચતાં આવડે એટલે બહું થયું એવું વિચારનારા વધારે હતાં. પણ પપ્પાને ડોક્ટર બનવું હતું. રમેશભાઈએ ડોક્ટર બનવા પ્રયત્ન કર્યો હતો પણ બની શક્યાં નહીં એટલે એમણે મનોમન નક્કી કર્યું હતું કે મારું જે સંતાન આવશે એને ડોક્ટર બનાવીશ. ઘરમાં દિપ્તીને નાનપણથી જ ડોક્ટર બનવા માટે તૈયાર કરી હતી.
એક નાનો ભાઈ હતો. દિપ્તી એ એમ બી બી એસ જામનગરની એમ પી શાહ મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો. ૧૯૯૯ની એ બેચ હતી પણ ભણવામાં ધ્યાન રાખીને આગળ વધવું હતું. ડોકટરની પદવી પ્રાપ્ત કર્યા પછી પ્રેક્ટિસ કરવા નોકરી ચાલુ કરી. ઘરની સામે જ રહેતાં દિગંત જોષી સાથે આંખ મળી ગઈ ને એ પ્રેમ લગ્નના બંધનમાં બંધાઈ ગયો બન્ને કુટુંબીજનોની સહમતિ થકી. ૨૦૦૪ માં લગ્ન થયાં ને સાસરીમાં પગ મુકયો ને સાસરિયાને દિગંતનાં સહકાર થકી બે વર્ષ ભણવાનું ચાલુ કર્યું ને ડિગ્રી મેળવી. સાસરીમાં વ્યવહારિક કે સામાજિક કામોમાં નોકરીથી આવ્યાં પછી પણ થાક ને અવગણીને સમય ફાળવ્યો.
૨૦૦૭ સિવીલમાં કિડની હોસ્પિટલમાં નોકરી મળી ને નોકરીને લીધે ઘર ને પરિવાર વચ્ચે સંતુલન જાળવી રાખવા ઘણું બધુ યોગદાન આપ્યું. એ તબક્કો એવો હતો કે નોકરી છૂટી જાય તો ઘર ચલાવવા તકલીફ પડે એમ હતું એટલે બધી બાજુ સંભાળીને ચાલવું પડતું હતું. જ્યારે પરિસ્થિતિ વિપરીત થઈ ત્યારે ત્યારે દિગંત હિંમત આપતાં અને મોટીવેશન આપતાં હતાં એ થકી જ આગળ વધી શકાયું. પથરીનો દુખાવો ઉપડયો અને પરિસ્થિતિ વિપરીત થઈ એટલે પથરીનું ઓપરેશન કરાવતી વખતે એન્થેસીસયા આપ્યો ત્યારે હ્રદય બંધ થઈ ગયું હતું ડોક્ટરે હ્રદય પર પમ્પિંગ કર્યું ત્યારે હ્રદય ચાલુ થયું.
સારા દિવસો રહ્યા પણ નોકરી છેલ્લા દિવસ સુધી ચાલું રાખી. ક્રિશીવનો જન્મ થયો ને એ છ મહિનાનો થયો ત્યાં સુધી નોકરીમાંથી રજા લીધી હતી. પણ ક્રિશીવ છ મહિનાનો થયો ને નોકરી ચાલુ કરી દીધી કારણકે રજાઓ મળતી નહોતી ને દિકરાનું ભવિષ્ય પણ બનાવવાનું હતું. મા તરીકે દિકરાને મૂકીને જતાં હ્રદયમાં વેદના હતી પણ સાસુમા ની ગોદમાં દિકરાને મૂકીને નોકરી ચાલુ કરી દીધી.
સાસરિયામાં કોઈ પણ વ્યક્તિને મેડિકલ ઈમરજન્સી આવે તો નોકરી પરથી થાકીને આવ્યા હોય તોય હસતાં મોઢે બધાંને સહાયતા કરી. કોરોના આવ્યો ત્યારે પેહલા જ વેવમાં ૧૧ મે એ કોરોના થયો ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ને સારું થયું ને કોવિડમાં ડ્યુટી આવી. સળંગ બે મહિના સુધી ઘરે ન જવાયું ને ક્રિશીવને પરિવારથી દૂર રહેવું પડ્યું એ વેદના તો એક મા જ સમજી શકે ! સખ્ત મહેનત ને પરિશ્રમ થકી આજે 'રેસીડેન્ટ મેડિકલ ઓફિસર' ( આર એમ ઓ)ની પોસ્ટ પર પહોંચી શકી છું. હાલમાં પણ હ્રદય તો ૩૫ ટકા જ ચાલે છે પણ આ જિંદગીમાં હારવું નથી જ જીતીને પરમ સંતોષ પામવો છો.
મોબાઈલમાં રીંગ વાગી.દિપ્તીબેન યાદોમાં પાછાં આવ્યાં ને પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત થઈ ગયા.
