લક્ષ્મી દેવી
લક્ષ્મી દેવી
1 min
216
લક્ષ્મી દેવી કૃપા કરે તો જીવન મજાનું હોય,
બાકી નાણાં વગરનો નાથિયો હોય,
લક્ષ્મી મળવાથી સમર્થ થઈ શકે છે,
આદમી એ જ મોટો મોભાદાર હોય છે,
લક્ષ્મી થકી અદબ જાળવતા હોય છે,
એ ઘરે કાયમ સંબંધ મજાનો હોય છે,
લક્ષ્મી કૃપા અને સરસ્વતી કૃપા જવલ્લે સાથે હોય,
આંગણમાં એના ભાવના ભાવ ક્યાં હોય,
લક્ષ્મી માટે દોડતાં માનવો સફળ ઓછાં થાય છે,
અમી નજર લક્ષ્મી કરે જીવતર સુખદ હોય છે.
