લખતી રહી
લખતી રહી
1 min
13.3K
ઝાંકળે આકાશ ફૂટે ને કલમ લખતી રહી,
સમાને રંગ ખૂટે ને કલમ લખતી રહી...
એક નાનું બિંદુ થાયે સપ્તરંગી આખુયે;
મેઘનો અંબાર છૂટે ને કલમ લખતી રહી...
ના હતો સંચાર, પુષ્પો ફોરતા'તા બાગમાં,
ત્યાં ભ્રમર રસ લ્હાણ ઝૂટે, ને કલમ લખતી રહી..
રંગ લજ્જાનો છવાયો પાંપણો ઢળતી રહી,
લઈ ચિતારો રંગ લૂંટે ને કલમ લખતી રહી...
દર્દનો ખળ ખળ એ સાગર ભૂરું જળ ખારાશનું,
આંખથી એક આંસુ ખૂટે ને કલમ લખતી રહી...
ચાંદની પણ શ્વેત ખીલી રૂપ આસવ ઘોળતી,
મદ ખરલમાં ચાંદ ઘૂંટે, ને કલમ લખતી રહી...
ના હવે વ્હેવાર જગનો, બસ 'તૃષા' લેખન તણી,
શબ્દનોના સાથ છૂટે, ને કલમ લખતી રહી...
