લીલાં લહેર કરાવે
લીલાં લહેર કરાવે
1 min
152
લીલા લહેર કરાવે મારી ચેહર મા,
ખાલી નામ લીધું ત્યાં આવે ચેહર મા,
મધ દરિયેથી તારીને પકડે બાવડી,
આ કળિયુગમાં તારણહાર છે માવડી,
ચુંવાળ ચોકમાં મોજે મોજ છે,
ગોરના કૂવે બેઠાં મહેર કરે છે,
કુમકુમ પગલીએ માડી આવે છે,
પ્રભાતે ઝાલરની રમઝટ વાગે છે,
હૃદયની સાચી ભાવનાથી રીઝે છે
ચેહર મા ભકતોને મોજ કરાવે છે.
