લીલા લહેર
લીલા લહેર
1 min
164
મારી ચેહર મા લહેર કરાવે રે,
ગોરના કૂવે બેઠી મોજ કરાવે રે.
રવિવારની આરતીનો લહાવો છે,
નિતનવા પ્રસાદનો થાળ ધરાય છે.
એવાં નિતનવા પ્રસાદી વહેંચાય છે,
એ થકી ઘણાંને તો પિકનીક થાય છે,
એવી ચેહર સૌની ભાવના પૂર્ણ કરે છે,
મારી ચેહર મા તો સૌને લહેર કરાવે છે.
એવાં ભોળા ભક્તોની ભીડ ભાંગે છે,
સેવકોને તો ખુશીનો ખજાનો આપે છે.
