STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

લેજે પાલવમાં

લેજે પાલવમાં

1 min
111

મા લેજે પાલવમાં ને સાચવજે મા,

લાગે નહીં કોઈની નજર સાચવજે મા,


જોવા નજર ઝૂકી દર્શન આપજે મા,

દ્રષ્ટિની ઝાંખી ને સાચવજે ચેહર મા,


ભાવના સભર હૈયું સાચવજે મા,

ભક્તિની ટેક સાચવજે ચેહર મા,


આબરૂના ઓટલે બેસાડીને રાખજે મા,

નાયણા નાગરની પેઢીઓ સાચવજે મા,


શ્રધ્ધા લઈને આવે એને સાચવજે મા, 

ભક્તોના ભાવને સાચવજે ચેહર મા,


તારું નામ લેવાથી દુઃખ દૂર થાય મા,

તારી કૃપાથી સુખ મળે છે ચેહર મા,


મા..મા..બોલતાં હૃદય હરખાય મા,

પાવરવાળી મા, તું એક આશરો મા.


Rate this content
Log in