લાખેણી મા
લાખેણી મા
1 min
166
લાખેણી ચેહર મા વગર ઉધ્ધાર નથી,
એની કૃપા વગર પાર પમાતું જ નથી,
કર્મ ભૂલું એક એવી ક્ષણ ન હો મા,
દોષ દૂર કરીને હાથ પકડો ચેહર મા,
નાં આવે આંચ કદી એવી કૃપા કરો મા,
સમય ખરાબ હોય તું દયા રાખજે મા,
શ્વાસ નામ લે તારું અહર્નિશ ચેહર મા,
જાપ ભૂલું એવું કારણ નાં બને ચેહર મા,
ગોરના કૂવાવાળી તારાં પાલવમાં લેજે મા
તારી મમતાથી સેવકોને તારજે લાખેણી મા,
ભાવના દિલની જીવવું તારાં ચરણોમાં મા
માઈ ભકત રમેશભાઈ અરજ કરે મા.
