STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

લાગ્યો હેલ્લારો

લાગ્યો હેલ્લારો

1 min
14

આંખોમાંથી વરસે આંસુ મને ચેહરમાને મળવાનો હેલ્લારો લાગ્યો,

ભાવના ભીની ભીની વરસે ચેહરમાના દર્શનનો હેલ્લારો લાગ્યો.


ગોરના કૂવાની દેવીને મળવાનો અને એની ઝાંખી કરવાનો હૈયેથી હેલ્લારો લાગ્યો,

રમેશભાઈની આશિષથી સપના સાથે આશાઓ પૂર્ણ થતી એ જોવાનો હેલ્લારો લાગ્યો.


નાયણા, રૂપાબા નાં પેઢીમાં કલકલ વહેતાં ઝરણાં રૂપે બેઠી મા ને જોવાનો હેલ્લારો લાગ્યો,

નાગર પરિવારમાં સોળેકળાએ ચેહરમાનો હેલ્લારો લાગ્યો.


આ કળિયુગમાં આંજે એવું મોતી હાથ મળ્યું છે એટલે જ હેલ્લારો લાગ્યો,

ગવૈયા, સેવકો, રેગડી ગાતા હળવે આવે ચેહરમાનો હેલ્લારો લાગ્યો.


લેતાં મા નું નામ ભીતરની આળસ મરડી ભાગે ચેહરમાનો હેલ્લારો લાગ્યો,

આખે આખું વિશ્વ ઝૂકે છે જેનાં ચરણોમાં એવાં દયાળુ ચેહરમાનો હેલ્લારો‌ લાગ્યો..


Rate this content
Log in