લાગણીનાં સંબંધ
લાગણીનાં સંબંધ


આવ્યા તમે કૃષ્ણ બનીને હું સુદામા છું,
હું તમારી સેવક છું તમે મારા ગુરુ મા છો.
હું અમીર નથી પણ સાચી દિલની લાગણી છે,
તમારે મહેલે છે અને મમતાની સરવણી છે.
મુખે કાંઈ માંગુ નહીં પણ તમે વણ માંગે જ આપ્યું છે,
મોટાઈ તમારી છે કે નાની વ્યક્તિને અપનાવી છે.
તમે જ તારણહાર છો, તમેજ સઘળું મારે છો,
લાગણીની દૂરી ક્યાં છે ને તમે પણ પરાઈ ક્યાં રાખી છે.
લોહી અલગ જાણું છું ને તો પણ દિલનો સંબંધ છે,
હૈયે વસી ગયાં છો અને આંખોમાં તમે જ વસ્યાં છો.
આ અનમોલ આપણો સંબંધ હું માણું છું,
ભાવના ભીનો આ સંબંધ અતિ વ્હાલો લાગે છે.
હું યાદ કરું છું તો તમેય યાદ કરો છો,
તમારી દુવાઓ માંગું છું તમે મારાં દુ:ખ દૂર કર્યા છે.
આજ લાગણીનો સંબંધ સદાય વરતાય છે,
માટે જ તમે કૃષ્ણ છો મારા ને હું સુદામા છું.