લાગણીના ઘરબાર ને વ્યવહાર
લાગણીના ઘરબાર ને વ્યવહાર
1 min
13.5K
લાગણી ના લગ્ન કાજે મુરતિયો શોધવા નીકળ્યો છું આ
શહેરમાં લગ્ન મંડળીએ લવની હરાજી જોવા નીકળ્યો છું
બાયોડેટા ડિઓબી હાઈટ વેઇટ કલર ને સ્ટડીનું સર્ટી
ગોતરે કોમ્પ્રોનું કાર્ડ છાપેલો સ્વાભાવ લેવા નીકળ્યો છું
માપ મુલોક ને કુંડલીના ગ્રહોને આઘા પાછા સમજાવી
સહોચર સઁબઁધોના શિખરે પડવા આખડવા નીકળ્યો છું
રાખશુ શરતી વહેવાર આપણે મીઠો ખાટો તીખો તૂરો
લાગણી લહોટી તાપી તપાવી આંસુ ખરીદવા નીકળ્યો છું
બંગલા ગાડી નોકર ચાકર મળી જશે ન વિધ્ન કર્મ કાંડે
સંબંધોનું બળતણ ને વંશનું ગણતર જાણવા નીકળ્યો છું
