Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deviben Vyas

Others

4  

Deviben Vyas

Others

લાગણી ખીલી ઊઠી

લાગણી ખીલી ઊઠી

1 min
401


ભાવની ભીનાશ મળતાં, લાગણી ખીલી ઊઠી,

આપણાંની આંખ ખળતાં, લાગણી ખીલી ઊઠી,


હેત સાથે હેત ભેટે, દિલ તણાં આંગણ મહીં,

દિલ તણી ગૂંજાશ ભળતાં, લાગણી ખીલી ઊઠી,


પ્રીતનો પમરાટ સ્પર્શે, ભીતરે લથબથ કરી,

ટેરવે સંપર્ક રળતાં, લાગણી ખીલી ઊઠી,


પ્રેમ કેરા એ પ્રકાશે, અંતરે ઝળહળ કરે,

અતલસી ઉલ્લાસ કળતાં, લાગણી ખીલી ઊઠી,


ચાહના સેવી સતત, દિલમાં અનોખા પ્યારની,

સ્નેહનો સંસાર પળતાં, લાગણી ખીલી ઊઠી,


સ્વપ્નવત સંસાર પણ, લાગે મધુરો એટલે,

રાગની નરમાશ ફળતાં, લાગણી ખીલી ઊઠી,


શાંત સાથે સૌમ્યતા, આવી મળી સંગાથ જ્યાં,

મીઠડો અવકાશ વળતાં, લાગણી ખીલી ઊઠી,


Rate this content
Log in