ક્યારેક
ક્યારેક


ક્યારેક તમને તો ક્યારેક,
તમારી વાતો ને યાદ કરું છું,
ક્યારેક તમારા મુસ્કુરતા,
ગુલાબ સા હોંઠોને યાદ કરું છું.
ક્યારેક તમારી નખરાળી,
આંખો ને યાદ કરૂ છું,
ક્યારેક તમારા ચહેરા પર,
આવતી રમતિયાળ ઝુલ્ફો ને યાદ કરું છું.
ક્યારેક તમારી આંગળીઓની,
મસ્તીને યાદ કરું છું,
ક્યારેક તમારી સાથે વિતાવેલા,
એ પળો ને યાદ કરું છું.
તો ક્યારેક આપણી મીઠી,
ખેંચતાણ ને યાદ કરું છું,
ક્યારેક તો એવું પણ થાય,
કે શામાટે યાદ કરું છું !
ક્યારેય નોંહતું વિચાર્યું આમ,
મજધારમાં મૂકીને ચાલ્યા જશો,
ક્યારેક વિચાર એવો પણ આવે,
કે શુ સાચે જીવું છું ? તમારા વિના !
ક્યારેક તમારી ફૂલમાળાથી,
સજેલ તસવીરને જોઈ થાય છે,
વિશ્વાસ ચોક્કસ જીવી લઉ છું,
જ્યારે તમારી યાદોને યાદ કરું છું.