ક્યારેક
ક્યારેક


ક્યારેક કંઈક કોઈ સ્વાર્થ હોય છે,
ક્યારેક કંઈક નિસ્વાર્થ હોય છે,
ક્યારેક લાગે મન ઘેરાયેલું અંધારામાં,
ક્યારેક તો એ ખાલી રાત હોય છે,
ક્યારેક કરે કોઈ વાયદાઓ જન્મોજન્મના
ક્યારેક તો એ ખાલી વાત હોય છે,
ક્યારેક હેડકીઓ ઉપડે અમથાજ,
ક્યારેક એ કોઈની યાદ હોય છે,
ક્યારેક ભીંજાય આ આંખો અમસ્તી,
ક્યારેક કોઈની યાદોનો વરસાદ હોય છે,
ક્યારેક ગમી જાય કોઈ પહેલી નજરમાં,
ક્યારેક એ દિલનો આભાસ હોય છે,
ક્યારેક કરી લે છે કોઈ દિલથી વાતો,
ક્યારેક તો માત્ર આંખોનોજ સંવાદ હોય છે,
સૂર્ય ભલે તપતો આખો દી' ભરપૂર,
રાત્રે તો માત્ર 'દીપ'નો જ અજવાસ હોય છે.