ક્યાં હવે જીવન ફરી ફરી
ક્યાં હવે જીવન ફરી ફરી
1 min
27K
ભરતા સમયની તાલમાં પગલાં ગણી ગણી,
જોતા સરીને ધ્યાનમાં પાછળ વળી વળી.
મળવા મથેલાં કેટલું મન ના લગાવ પર,
ખોળી વળેલાં સ્નેહ ના ભાવો ગલી ગલી.
લાંબા સફર ના સાથની આશા રહી મગર,
અળગા થઈને જીવતા બંદા મરી મરી.
હૈયું ભરીને દેખવા તરસી રહી નજર,
આવો હવેતો બાગની મ્હેકી કલી કલી.
ખોટા પડીને રીબતા માનવ સહજ બની,
ભીતર ચહીને રાખતા આશા ભરી ભરી.
વાંકી પડેલી વાતના પડઘા સમે નહીં,
નીરખી રહેલી આંખતો હિતો ધરી ધરી.
માસૂમ દબાવી રાખતી માયા જગત તણી,
મળશે કદીયે ક્યાં હવે જીવન ફરી ફરી.
