STORYMIRROR

Ramesh Bhatt

Others

3  

Ramesh Bhatt

Others

ક્યાં બધું કહેવાય છે

ક્યાં બધું કહેવાય છે

1 min
24.3K


ક્યાં બધું કહેવાય છે

ક્યાં બધે કહેવાય છે

ચીડ હો જેના તરફ

યાદ એ રહી જાય છે.


હું ભરોસાપાત્ર છું

આ અરીસો ગાય છે

આ કળીમાં કેદ એ

મનભ્રમર મુંઝાય છે.


નામ તો ભૂલી ગયો

શરમ તો પરખાય છે

વસંતોના પ્રેમમાં

પાનખર પસ્તાય છે.


વરસે તો જ ભયોભયો

બાકસો જ હવાય છે

હવા દીપકથી ડરે

કલિયુગ ગણાય છે.


ક્યાં બધું કહેવાય છે

ક્યાં બધે કહેવાય છે

કરો"રશ્મિ"સમાપન.

સમય વીત્યો જાય છે.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை