STORYMIRROR

Drsatyam Barot

Others

3  

Drsatyam Barot

Others

કવિતા

કવિતા

1 min
27.1K


ગામડું પણ શ્વાસમાંથી જાય છે,

માનવી ઓછો બધાથી થાય છે.

શ્વાસ ઓછા થાય છે સૌના હવે,

પ્રેમ પણ ઓછો બધાનો થાય છે.

પારકા શૌકાર કરતાં ગામનો,.

ચોર ઘરમાં રાખવો પોસાય છે.

પારકાની વાહ વાહી ના ભલી,

ગાળ પોતાની ઘણી ખંટાય છે.

મોર સુંદર હોય છે પીન્છા થકી,

લાકડીથી જળ અલગ ક્યાં થાય છે.

નામ ભણતરનુ ભલે કાઢે બધા,

શ્હેર ઘેલો માનવી દેખાય છે.

રોટલાનુ નામ, દુઃખ થી ભાગતો,

શ્હેરમા માણસ ઘણો પીસાય છે.

પ્રેમ કરવો આજ કોને પ્રશ્ન છે,

જે મળે એ વખ બની ફેલાય છે.

છે દુવાઓ આપની મળતી ઘણી,

એટલે તો મોત પણ મળતું નથી.

ગામડું પણ શ્વાસમાંથી જાય છે,

માનવી ઓછો બધાથી થાય છે.


Rate this content
Log in