STORYMIRROR

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

કવિતા ગઝલ ની ઊર્મિઓ

કવિતા ગઝલ ની ઊર્મિઓ

1 min
14.1K


કલ્પનાઓ અપેક્ષાઓ આશા નિરાશા હદયે ઘુટાય           

વિના પરિણામ હોવા ન હોવાની સફર આલેખાય          

  

તરંગોના દરિયામાં હિલોળે ઘુમરાય શઢ વિના નાવ          

ફીણે ચડી પાણીના પિંડે મનસૂબા કિનારે અફળાય         

ચોખટ આધારે ઠલવે ઉંબરા ભવ ભવની વેઢારણ          

સાતે ભાવના સંબધોના સહવાસ સગપણે લખાય          

અતિત,વર્તમાન,ને ભાવિના ભીતરી ઘોડે છે અર્ચન           

આરોહી આસુઓના દરબારની વીતક કથા વંચાય         

અહમના નશામાં શબ્દોના સામ્રાજ્ય ઘરજે વિણ હથિયાર         

ખાલી હાથ સિકંદરના હોવાના ચુકાદે કબરો ચણાય                      

દાવાનળી મરશિયો ગાતી,અતુપ્ત અંશની વેદના આખર       

સફરના લટકા.મટકા,શોક,હરખ દ્વારે તરબતર જણાય        

કોરા વદળે કવિતા ગરજે ગડગડાટ અહીં વર્ષયા વગર            

લોલીપપની રેલમ છેલમાં સ્વપ્નના કારભારી છે ન્હાય            


Rate this content
Log in