કુદરતનું સાનિધ્ય
કુદરતનું સાનિધ્ય
1 min
275
સવાર પડતાની સાથે જ,
વિહરતા પંખીઓનો મળ્યું કુદરતનું સાનિધ્ય,
ઉગતા સૂરજના પ્રથમ કિરણનું,
ભુમિ પર પથરાયુ પ્રકાશરૂપી કુદરતનું સાનિધ્ય,
સુંદર પહાડોની ગલીઓમાં વિહરતુ,
જળને પણ મળ્યુ છે કુદરતનું સાનિધ્ય,
ગગનભરી દ્રષ્ટિ માંડી નાચતા ટહુકતા,
મયુરને મળ્યુ છે વર્ષારૂપી કુદરતનું સાનિધ્ય,
ગાઉ ને ગાઉ ભણી આવતા, રાહદારીને મળ્યુ છે,
વૃક્ષના છાયારૂપી કુદરતનું સાનિધ્ય,
હસતા રમતા ને સતત વિચરતા,
વન્યજીવોને મળ્યુ છે જંગલરૂપી કુદરતનું સાનિધ્ય,
દિવસભરની દોડધામમાંથી,
માણસને મળ્યુ છે શાંતિરૂપી કુદરતનું સાનિધ્ય,
કાગળ ને કલમ ના સથવારે,
"પ્રણવની કલમ" ને મળ્યુ છે અક્ષરોરૂપી કુદરતનું સાનિધ્ય.
