ક્ષિતિજ
ક્ષિતિજ

1 min

24K
ધરતીને છેડે કાલ્પનિક રેખા વળી કોણે દોરેલી,
સંધિકા જોડતી આકાશ જાણે કે નજરો ચોરેલી.
ઉગ્યો ઉગમણે નારંગી દિવાકર ક્ષિતિજને જોઈ,
સંધ્યા આથમે સવિતા રંગે સુવર્ણ નારંગી કોઈ.
ક્ષિતિજ રેખા પેલે પાર થતી રોજે રોજ ચલિત,
સૂર્યોદય સૂર્યાસ્ત સમયે દીસતી રંગીન લલિત.
ઊડતી નજર જેમ જેમ સમુદ્ર તટ ઉપર ઉઠતી,
ક્ષિતિ તેમ શરમાઈ જઈ દિગંતરેષા દૂર બેઠતી.
નૌ પરિવહનને દોરતું દિશા દર્શાવીને અંડાકૃત,
ઉષ્મા ને જરા ભેજ જોઈ દિગંતરેખા બને વિકૃત.
ધરતીને છેડે કાલ્પનિક રેખા વળી કોણે દોરેલી,
ભાસે કનિકા કંકણ વસુંધરા કોમલ કાંડે કોરેલી.