કૃપા કરજે
કૃપા કરજે
1 min
168
ઓ ચેહર કૃપા કરજો મા,
વાણી અમૃતમયી બને મા.
ઓ ગોરના કુવા વાળી મા,
સદબુદ્ધિ સૌને આપજો મા.
ચેહર જીભ તવ રટણ કરે મા,
મનમાં નિંદા નું ઝેર ન રહે મા.
પરોપકારી કર્મ કરવા દેજે મા,
હૈયે સૌનું હિત સદાય છે મા.
ભાવના મારી અમૃત સરખી મા,
કલમ નિર્મળ ગંગા જેવી વહે મા.
રમેશભાઈ હાથ જોડી વિનવે મા,
સૌ સેવકોની વ્હારે ચડજો મા.
ઓ ચેહર વરદાન દેજો મા,
ભવપાર ઉતારજો ચેહર મા.
