ક્રિષ્ના
ક્રિષ્ના
1 min
183
લાગણીનો ઉન્માદ એટલે ક્રિષ્ના,
અપવાદ જેવી દિકરી છે ક્રિષ્ના.
નિતરતી વાદળી જેવી લાડલી છે,
વ્હાલનો દરિયો એટલે ક્રિષ્ના છે.
જૂઈની નાજુક વેલ સરખી લાડલી,
ભાવનાનું જોડાણ રાખતી લાડલી.
આંખમાં સુખનો ખજાનો લઈ ફરતી,
ત્રિવેદી કુટુંબમાં લક્ષ્મી રૂપે રેહતી.
વાતવાતમાં પરિવાર માટે દોડતી,
હરપળ સૌનું ભલું કરવા દોડતી.
ચુલબુલી હસતા મુખે રેહતી ક્રિષ્ના,
ગુંજન કરી ઘર હર્યું ભર્યું કરે ક્રિષ્ના.
