કોઠા સૂઝ
કોઠા સૂઝ
1 min
529
વચારોની વાત કલ્પનાની કેડીએ,
સમજના દાયરા ક્રોસ કરી જવાની.
મોટા ઉપાડે શેર બની ગરજવાની,
થોડુંક ચૂકવી ઘર મોટું ભરી જવાની.
કર્મની સજા થશે રહી કર્મના દાયરે,
બદલામાં ભોગવે સજા ગમ ખાઈને.
કુદરતી નિયમ કાનૂન અમલમાં છે,
પ્રસાશન ન્યાયતંત્ર બુઠ્ઠાં સમજીને.
કલમના ઘા મરતા માણસ જીવાડે,
કોઠા સૂઝ સળગતી આગને ઠારે છે.
ગ્રહ દશાનો કોઈ વાંક હોતો નથી,
અમલમાંજ બદલાનો ભાવ હોય છે.
