STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Others Children

4  

Jaya. jani. Talaja."jiya"

Others Children

કોરોનાની સાવધાની

કોરોનાની સાવધાની

1 min
325

બે હાથ જોડી વિનંતી તમને, 

ઘરમાં રહેજો, દરમાં રહેજો, 

ચાલી રહ્યું છેે, યુદ્ધ બહાર, 

જીવન-મૃત્યુનું, 

સાવધાન થઈ, તૈયારીમાં રહેજો, 


બે હાથ જોડી વિનંતી તમને, 

ઘરમાં રહેજો, દરમાં રહેજો, 

ન એ દેખાય, ન પરખાય,

બસ એમજ હવામાં ફેલાય,

એકને થાય, અનેકને ખાય,

પરિવારોને ઉજાડી જાય,


બે હાથ જોડી વિનંતી તમને

ઘરમાં રહેજો, દરમાં રહેજો,

ધોજો સાબુથી હાથ, નાક પર રાખજો માસ્ક,

સેનેટાઈઝર રાખજો સાથ 

મેળવશો નહીં, હાથથી હાથ,

યાદ રાખવી નમસ્કાર કરવાની વાત,


બે હાથ જોડી વિનંતી તમને,

ઘરમાં રહેજો, દરમાં રહેજો,

ખાશો નહીં બહારનું, 

બહાર કામ વગર,જાશો નહીં,

કામ ન હોય તો,

બહારના ને અંદર લાવશો નહીં,

કોઈનું માનશો નહીં, કહ્યું કરશો નહીં, 

દુઃખી થશો, ને દુઃખી બધાને કરશો, 


બે હાથ જોડી વિનંતી તમને, 

ઘરમાં રહેજો, દરમાં રહેજો,

હોય લગ્ન, કે બારમું, 

હોય મેરેજ એનિવર્સરી, કે બર્થડે પાર્ટી, 

ઝાઝા ભેગા થશો નહીં,

ભારતને દ્વિધામાં નાખશો નહીં,


બે હાથ જોડી વિનંતી તમને,

ઘરમાં રહેજો, દરમાં રહેજો,

કહ્યું માનજો, ડોક્ટર, પોલીસનું, 

કરજો નેતા કહે તેમ,

બજાવી કર્તવ્ય,

બધાના જીવ બચાવજો,પોતાનાં હોય એમ,


બે હાથ જોડી વિનંતી તમને,

ઘરમાં રહેજો, દરમાં રહેજો,

હતી સંપત્તિ બચાવી,

સમય બચાવ્યો,

હવે બચાવી લેજો,

આબાલવૃદ્ધ ને,

બે હાથ જોડી વિનંતી તમને,

ઘરમાં રહેજો, દરમાં રહેજો.


Rate this content
Log in