કોરોના ચઢે કે માણસાઈ
કોરોના ચઢે કે માણસાઈ
1 min
150
આજનાં યુગનો મોટો સવાલ,
કોરોના ચઢે કે માણસાઈ ..?
માણસથી માણસનાં અંતરથી કોરોના રહેશે દૂર,
માણસાઈ થોડી રહેવાની દૂર.. ?
એનો જવાબ આવે હંમેશા નકારમાં,
હૂંફ અને પ્રેમથી તો ભાગશે કોરોના નરકમાં...!
દૂર દૂર રહીએ અને માસ્ક પહેરી ફરીએ,
એકબીજાની કાળજીથી દિલમાં વહાલપ ભરીએ...!
દુ:ખનાં દિવસો કાઢી લઈએ સંબંધોને સંગાથે,
દુઃખનો દરિયો પાર કરી લઈએ સાથે સાથે..!
આવશે ફરી સુખનાં દિવસો,
ફરી આપણે તહેવારો ઉજવીશું,
હસીખુશીનાં ગીત ફરીથી ગાઈશું...!
એકમેકનો સાથ લાગણી માંગે છે,
ભાગ કોરોના ભાગ હવે લોકો તારાથી
છૂટકારો માંગે છે..!
