કોણ રંક ને કોણ રાજા
કોણ રંક ને કોણ રાજા

1 min

491
અમે વાવતા ને તમે લણતા,
અમે લખતા ને તમે ભૂંસતા,
અમે ભણતા ને તમે ગણતા,
અમે કાટ ને તમે છાપ,
અમે જાગતા ને તમે સુતા,
અમે રંક ને તમે રાજા,
અમે ચૂંટતા ને તમે ચૂંટાતા,
અમે કિંગ ને તમે ક્રોસ,
અમારો મત ને પછી તમારો મત,
અમે માંગતા ને તમે મારતા,
અમે નવરા ને તમે કામમાં,
અમે કાટ ને તમે છાપ,
માંગી મુલાકાત ને તમે ના આપી,
હવે ક્યાં મળવાનો છે અવકાશ,
જીવશું તો તમે મત માંગશો,
પણ અમે હવે મત આપીયે મત,
આપણા સંબંધને લાગ્યો છે કાટ,
અમારી ને તમારી જુદી છે વાટ,
ને ભૂલેચુકે જો મરશું તો,
અમે સ્વર્ગે ને તમે નરકે.