કોને ખબર !
કોને ખબર !


શું ખબર ! કોને ખબર ! કેમ ખબર !
જીવનની ક્યાં લઇ જશે આ ડગર!
પ્રાર્થના તો ઘણી કરેલી જોઈને અંબર,
કરશે એ મારા નસીબને કોઈ અસર ?
સદગુણોનો ભંડાર ભર્યો છે મારી અંદર,
થશે બધાંની ક્યારેક કોઈને કાંઈ કદર ?
જીવી લઈશ જો અભાવો વેઠીને અગર
ગોઠશે પછી જીવવું તુજને મુજ વગર ?