કંકુ પગલા
કંકુ પગલા
1 min
2.2K
એ દિવસ ખુશીનો હતો પડ્યા કંકુ પગલા ઘરમાં,
સુખ ત્યારે આવ્યું તારા કંકુ પગલાથી ઘરમાં.
માની લીધું કે કંકુ પગલા તારા પાવન છે,
જીવનના દર્દની સારવાર તારા પગલે છે.
ચાહ્યું બીજું બધું તે ઈશે મને દીધું,
તારા કંકુ પગલાથી વરદાન દીધું.
આવીને આંગણામાં પાવન કરી દીધા,
સરગમના સાત સૂર રેલાવી દીધા.
નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો એ શુભ દિવસ એનુ વર્ણન કરુ.
ભાવના દુનિયામાં કંઇકની હું કરજદાર છું,
ચૂકવું બધાનું દેણ તારા કંકુ પગલાની કરજદાર છું.
